સ્માર્ટસિલેક્શન એ ફોટો સિલેક્શન ની પ્રોસેસ ને એકદમ સરળ બનાવવાનું સોફ્ટવેર છે જે દુનિયાભર ના ફોટોગ્રાફર્સ ની અનેક સમસ્યાઓનું સમાધાન છે.

જેમ આપ જાણતાજ હશો કે ઇવેન્ટ કે વેડિંગ ફોટોગ્રાફી બાદ સૌથી વધુ સમસ્યા હોય તો તે છે કલાયંટ્સ પાસે ફોટો ફાઇનલ એડિટ માટે સિલેક્શન કરાવવું.

જો તમે પેનડ્રાઈવ કે હાર્ડડિસ્ક માં ફોટો આપો તો બની શકે કે તમારા ક્લાયન્ટ્સ થી તે ખોવાઈ જાય, અથવા તેઓ સમયસર સિલેક્શન ના કરી શકે કારણકે તેમના કોઈ સગા  સબંધી હાજર નથી હોતા અથવા તો બીજા શહેર કે દેશ માં રહેતા હોય છે. આવા સમયે તેઓ પોતે સિલેક્ટ કરેલા ફોટો માં જ ગૂંચવાયા કરે છે અને જેને કારણે તમને સમયસર ફોટો સિલેક્શન ના મળે અને ફાઇનલ એડિટ માં વાર લાગે. સરવાળે? સમય નો બગાડ અને ચુકવણી માં વિલંબ.

સમય સાથે ફોટોગ્રાફી એક હરીફાઈ યુક્ત ફિલ્ડ બની ગઈ છે અને સમય ની માંગ છે કે તમે બને તેટલી ઝડપ થી નવા પ્રોજેક્ટસ પર કામ કરો. નવી ટેક્નોલોજી વિશે  જાણો, નવા સાધનો અને નવી પ્રક્રિયાઓ અપનાવો… પરંતુ, આ દરેક વસ્તુ કરતા પહેલા હાથ પર ના પ્રોજેક્ટ્સ ને બને તેટલી ઝડપ થી પુરા કરવા એ કોઈ પણ ફોટોગ્રાફર ની પ્રાયોરિટી હોય છે.  અને અમે આપને એવા સોફ્ટવેર થી પરિચિત કરાવવા માંગીએ છીએ જે આપનું કામ અનેક ગણું આસાન કરી નાખશે.

સ્માર્ટસિલેક્શન સોફ્ટવેર ની મદદ થી તમે તમારા કલાયંટ્સ ને તેમના ઈવેન્ટ્સ કે વેડિંગ ફોટોગ્રાફ્સ માત્ર ગણતરી ની મિનિટ માં મોકલી શકો છો જે માત્ર આપે જે મોબાઈલ નંબર નાખ્યો હશે તે જ ઓટીપી વડે આલ્બમ ખોલી શકશે અને આપે શેર કરેલા ફોટો ને સિલેક્ટ, ફેવરિટ, કે કોઈ કમેન્ટ કરીને સિલેક્શન ને ઝડપી પૂરું કરી શકશે કેમકે, તેઓ તેમના ફેમિલી મેમ્બર ને એડ કરીને એક સાથે સિલેક્શન કરી શકશે.. પરંતુ… આટલું પૂરતું નથી.

આ સોફ્ટવેર ની ખાસિયત છે તે નીચે મુજબ છે.

તમે જે પણ ફોટોઝ અપલોડ કરો છો તે ક્યારેય ઓરિજિનલ ફોર્મેટ માં નથી જતા, અપલોડ થતા પહેલા અમારું સોફ્ટવેર તેને લો-રિઝોલ્યુશન ઇમેજ માં ફેરવી નાખશે અને સાથે સાથે તમારા સ્ટુડિયો કે તમારા નામ ના વોટરમાર્ક થી ઇમેજ ને સિક્યોર કરી દેશે જેથી તેઓ આપે શેર કરેલા ફોટોઝ ને સિલેક્શન સિવાય બીજા કોઈ પણ ઉપયોગ માં ના લઇ શકે.

વળી, તમે સિલેક્શન માટે ડેડલાઈન પણ નાખી શકો છો જેથી કસ્ટમર ને સમયસર નોટિફિકેશન મળતા રહેશે કે તેમની સિલેક્શન ની સમય મર્યાદા પુરી થવાની છે (હા, તમે તેને એક્સટેન્ડ જરૂર થી કરી શકો છો)

આ ઉપરાંત, તમે એક સાથે અનેક પ્રોજેક્ટ્સ ને ડેશબોર્ડ થી જોઈ શકો છો કે કેટલા પ્રોજેક્ટ નું સિલેક્શન કામ પૂરું થયું છે, કેટલા પ્રોજેક્ટ પર કામ ચાલુ છે અને કેટલા પ્રોજેક્ટ પાર કોઈ કામ થયું જ નથી.

સ્માર્ટસિલેક્શન માત્ર સિલેક્શન આસાન નથી બનાવતું, તે સિલેક્ટ થયેલા ફોટોગ્રાફ્સ ને માત્ર અમુક સેકન્ડ માં અલગ ફોલ્ડર માં ટ્રાન્સફર પણ કરી આપે છે જેથી આપ એડિટિંગ માટે સરળતા થી કામ કરી શકો.

તમે તમારા સ્ટુડિયો નો લોગો સિલેક્શન પેજ પર મૂકી શકો છો…

દરેક પ્રોજેક્ટ માં અનલિમિટેડ ફોટોઝ અપલોડ કરી શકો છો, અને આપ ક્રેડિટ વડે નવા પ્રોજેક્ટ બનાવી શકો છો. દરેક પ્રોજેક્ટ ની સમય મર્યાદા ત્રણ માસ ની હોય છે, આપ વધારે ક્રેડિટ્સ વાપરીને મર્યાદા વધારી પણ શકો છો.

એક ક્રેડિટ= એક પ્રોજેક્ટ = અનલિમિટેડ ફોટો = ત્રણ મહિના માટે

દુનિયાભર ના ફોટોગ્રાફર્સ દ્વારા ઉપયોગ માં લેવાતું સ્માર્ટસિલેક્શન સોફ્ટવેર લેટેસ્ટ ટેક્નોલોજી ની મદદ થી ફોટો સિલેક્શન ની પ્રક્રિયા એકદમ સરળ કરી આપે છે જેના માટે તમારા ક્લાયન્ટ્સ ને કોઈ ખાસ ટેક્નિકલ નોલેજ હોવું પણ જરૂરી નથી. તેઓ તેમના મિત્રો, સાગા સંબંધીઓને સરળતાથી પ્રોજેક્ટ શેર કરીને સિલેક્શન નું કામ ફટાફટ પૂરું કરી શકે છે.

પેનડ્રાઈવ કે હાર્ડડીક માં રો ઇમેજ આપવાનો સમય ગયો, હવે આવ્યો સમય સ્માર્ટસિલેક્શન ની લિંક આપવાનો. દરેક નવી વસ્તુ શરુ માં અઘરી જ હોય છે પણ જેટલું જલ્દી તમે તે સ્વીકારી લો, તેટલી ઝડપથી તમે માર્કેટ માં આગળ વધી શકો છો. અમારી ટીમ હર હમેંશ તૈયાર છે તમને મદદ કરવા માટે. સમસ્યા નાની હોય કે મોટી, બસ અમને કોલ કરો અને અમે તમને સ્માર્ટસિલેક્શન ના દરેક ફંક્શન બાબતે વિસ્તાર થી સમજાવીશું અને મદદ કરીશું  જેથી તમે અન્ય બાબતો પર ધ્યાન આપી શકો અને તમારા બિઝનેસ ને હકીકત માં સ્માર્ટ બનાવી શકો.

આજે જ રજીસ્ટર કરો https://smartselection.in

વધુ માહિતી માટે, અમે રેગ્યુલર ઈમેલ મારફતે તમારા સંપર્ક માં રહીશું